દાદરાનગર હવેલીની પેટાચૂંટણી માટે ભાજપે લગાવ્યુ એડીચોટીનું જોર,પૂરજોશમાં પ્રચાર
સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની પેટાચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપે સ્ટાર પ્રચારકોને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. સી.આર.પાટીલની અધ્યક્ષતામાં સેલવાસમાં સમ્મેલન યોજાયું હતું.