Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Continues below advertisement
ભાજપ પ્રમુખ નીતિન નવીને નવી ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં ગુજરાતમાંથી ચાર નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીની નવી ટીમમાં અનેક નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે.
ગુજરાતમાંથી વર્ષાબેન દોશી, જગદીશ ઈશ્વરભાઈ પટેલ, રોહન ગુપ્તા, ડૉ હેમાંશ જોશીનો સમાવેશ કરવામાં આવ્યો છે. વર્ષાબેન દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. જગદીશ ઈશ્વરભાઈ પટેલને રાષ્ટ્રીય મંત્રી બનાવાયા છે. રોહન ગુપ્તાને પણ રાષ્ટ્રીય મંત્રી બનાવાયા છે. ડૉ હેમાંશ જોશીને યુવા મોરચાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
ઉપાધ્યક્ષ, મહાસચિવો, સચિવો અને પ્રવક્તાઓની યાદીમાં Gen Z અને મહિલાઓની સાથે જાતી સમીકરણોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ભાજપે ઉત્તર પ્રદેશના ઘણા નેતાઓનો સમાવેશ કર્યો છે, જ્યાં આગામી વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે.
Continues below advertisement
Tags :
Nitin Nabin New TeamJOIN US ON
Continues below advertisement