Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર

Continues below advertisement

Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર

Mahesh Vasava Joins Congress: ગુજરાતના આદિવાસી રાજકારણમાં મોટી હલચલ જોવા મળી છે. BTP (ભારતીય ટ્રાયબલ પાર્ટી) ના સ્થાપક અને કદાવર આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા (Mahesh Vasava) વિધિવત રીતે કોંગ્રેસ (Congress) માં જોડાઈ ગયા છે. દાહોદ ખાતે ચાલી રહેલી કોંગ્રેસની 'જનઆક્રોશ યાત્રા' દરમિયાન તેમણે કોંગ્રેસનો હાથ પકડ્યો છે.

આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી હાજર રહ્યા હતા અને તેમણે મહેશ વસાવાને કોંગ્રેસનો ખેસ પહેરાવી પક્ષમાં સ્વાગત કર્યું હતું.

દાહોદમાં જનઆક્રોશ યાત્રા: કાળીમહુડી ખાતે શક્તિ પ્રદર્શન

કોંગ્રેસની ગુજરાત જનઆક્રોશ યાત્રા હાલ દાહોદ જિલ્લામાં ફરી રહી છે. આ યાત્રા જ્યારે કાળીમહુડી (Kalimahudi) સભા સ્થળ ખાતે પહોંચી ત્યારે ત્યાં મહેશ વસાવા પોતાના સમર્થકો સાથે પહોંચ્યા હતા.

  • સભા પહેલા પ્રદેશના નેતાઓ અને મહેશ વસાવાએ ગુરુ ગોવિંદ કંબોઈ ધામ ખાતે દર્શન કર્યા હતા.

  • કાળીમહુડી સભામાં મોટી સંખ્યામાં આદિવાસી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • આદિવાસી વિસ્તારમાં મહેશ વસાવાના જોડાવાથી કોંગ્રેસને નવું બળ મળવાની શક્યતા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola