Mega Demolition in Botad: પાળીયાદ ગ્રામ પંચાયતે ગૌચરમાં કરેલી જમીન પરના દબાણો હટાવ્યા
પાળીયાદ ગ્રામ પંચાયત હદ માં આવતી 1100 વીઘા ગૌચર પર કરાયેલ ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. જી.સી.બી. દ્રારા આજ રોજ ખુલી જગ્યા તેમજ ખેતી કરતી જમીન પર થયેલ દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરાઇ.કુલ 178 દબાણ કર્તા દ્રારા કરવામાં આવ્યું છે અલગ અલગ જગ્યા પર દબાણ.ત્રણ મહિના પહેલા તેમજ ફાઇનલ નોટિસ બાદ શરૂ કરાઇ દબાણ હટાવવાની કામગીરી.આશરે 10 થી 12 દિવસ ચાલશે કામગીરી.તાલુકા વિકાસ અધિકરી તેમજ વહીવટી વિભાગ ના અન્ય કર્મચારી રહ્યા હાજર.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ કરવામાં આવી દબાણ હટાવવાની કામગીરી.
બોટાદ તાલુકા માં આવેલ પાળીયાદ ગ્રામ પંચાયત હદ માં ગૌચર ની 1100 વીઘા માં દબાણ કરવામાં આવેલ છે કરોડો રૂપિયા ની ગૌચર જમીન પર ખેતીવાડી તેમજ મકાન સહિત ના બાંધકામ કરવામાં આવેલ હોવાની વાત તાલુકા વિકાસ અધિકારી દ્રારા જણાવવામાં આવી. તાલુકા વિકાસ અધિકારી ના જણાવ્યા મુજબ કુલ 178 વ્યક્તિ ઓ દ્રારા ગૌચર પર ગેરકાયદેસર દબાણ કરેલ છે.જે દબાણ અંતર્ગત ત્રણ મહિના પહેલા સ્વૈચ્છિક દબાણ દૂર કરવા તેમજ ફાઇનલ નોટિસ પણ આપવામાં આવેલ છે.જેમાં અમુક દબાણ કર્તા દ્રારા દબાણ દૂર કરેલ છે અને જે લોકો એ દબાણ દૂર કરેલ નથી તે તમામ દબાણ દૂર કરવાની કામગીરી આજ થી શરૂ કરવામાં આવી છે. કુલ 1100 વીઘા જમીન પર કરાયેલ દબાણ હાલ જે.સી.બી. દ્રારા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.બોટાદ તાલુકા વિકાસ અધિકારી ,બોટાદ જિલ્લા વહીવટી વિભાગ ના અધિકારી સહિત બોટાદ ડી.વાય.એસ.પી. ,પી.આઈ ,પી.એસ.આઈ. સહિત પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગૌચર પર થયેલ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.જેમાં આજ રોજ ખુલી જગ્યા પર કરવામાં આવેલ થોર દૂર કરવાની તેમજ આગામી દિવસો માં બાંધકામ સહિત નું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.આશરે 10 થી 12 દિવસ સુધી ગૌચર પર કરાયેલ દબાણ દૂર કરવાની કામગીરી શરૂ રહેશે તેવું બોટાદ તાલુકા વિકાસ અધિકારી દ્રારા જણાવવામાં આવ્યું.તેમજ ગૌચર ની જમીન પર કરાયેલ ગેરકાયદેસર વાવેતર માં આજ રોજ ઉભા પાક માં ગાયો તેમજ બકરા ચરાવવા માટે છૂટાં મૂકી દેવામાં આવેલ.