Botad Unseosonal Rain | બોટાદમાં કમોસમી વરસાદથી અંડરપાસમાં પાણી ભરાતા કરાયો બંધ
Botad Unseosonal Rain | બોટાદ જિલ્લા ના ભાવનગર રોડ પર આવેલ અંડર બ્રિજ દર વર્ષે ચોમાસા સહિત માવઠા દરમ્યાન સામાન્ય વરસાદ પડતાં પાણી ના નિકાલ ની કોઇ વ્યવસ્થા ન હોવા ના કારણે અંડર બ્રિઝ બંધ કરવો પડે છે.કારણ કે અંડર બ્રિઝ માં પાણી ભરાઈ જવા ના કારણે ત્યાં થી કોઈપણ વાહન પસાર થઈ શકતું નથી. ભાવનગર રોડ પર આવેલ રેલવે ક્રોસિંગ પર ટ્રેન પસાર થાય ત્યારે રેલવે ફાટક બંધ હોય ત્યારે વધુ પ્રમાણ માંથી અહીં વાહનો પસાર થતા હોય છે પણ હાલ તો સામાન્ય વરસાદે અંડર બ્રિઝ માં પાણી ભરાતા તંત્ર ની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. કારણ કે હાલ તો આ અંડર બ્રિઝ બંધ થતાં વાહન ચાલકો ને પારાવાર મુશ્કેલી નો સામનો કરવો પડે હાલ તો તંત્ર દ્રારા અંડર બ્રિઝ જવાના રસ્તે બેરીકેટ લગાડી તેમજ બોર્ડ પર પસાર ન થવા ની સૂચના લખી જાણે પોતાની કામગીરી પૂર્ણ કરેલ હોય તેવું માનતા હશે પણ તંત્ર ની બેદરકારી ના કારણે હાલ તો લોકો હેરાનગતિ નો સામનો કરવા મજબુર બન્યા છે.