Boycott of Turkey: ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસો.એ તુર્કીનો કર્યો બહિષ્કાર, તુર્કીમાં નહીં કરે શૂટિંગ
Boycott of Turkey: ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસો.એ તુર્કીનો કર્યો બહિષ્કાર, તુર્કીમાં નહીં કરે શૂટિંગ
ભારતીયોએ તુર્કીનો બહિષ્કાર કરવાનું શરૂ કર્યું છે, તુર્કીના વિવિધ શહેરોમાં હોટેલ અને રિસોર્ટ બુકિંગ રદ કર્યા છે, તુર્કીએ પાકિસ્તાનને ડ્રોન સપ્લાય કર્યા હતા, હવે તેના પર્યટન ઉદ્યોગને મોટો ફટકો પડી રહ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે પાકિસ્તાનને ટેકો આપવા બદલ તુર્કીને ભારે કિંમત ચૂકવવી પડી રહી છે. ભારતમાં "બોયકોટ તુર્કી" ટ્રેન્ડ થવા લાગ્યું છે. એટલું જ નહીં, ભારતીયોએ પણ તેનો અમલ શરૂ કરી દીધો છે. પહેલા તુર્કીથી સફરજનની આયાત બંધ કરવામાં આવી, ત્યારબાદ એવી જાહેરાત કરવામાં આવી કે, માર્બલ સ્વીકારવામાં આવશે નહીં. બોલિવુડમાં પણ તુર્કીના બહિષ્કારની શરૂઆત થઈ ગઈ છે..AICWAએ તુર્કીનો બહિષ્કાર કર્યો છે અહીંયા ફિલ્મ શૂટિંગ ન કરવાનો નિર્ણય કર્યો છે..