Breaking News: સરસ્વતી સાધના યોજનાની સાયકલનો મુદ્દો ઉછળ્યો ગૃહમાં, ખરીદીમાં કૌભાંડ થયાનો આરોપ
સરસ્વતી સાધના યોજનાની સાયકલના કૌભાંડનો abp અસ્મિતાએ ઉઠાવેલો મુદ્દો ગૃહમાં ઉછાળ્યો હતો.. સરકારે ગૃહમાં કૌભાંડ અંગે કર્યો ઢાંકપિછોડો કર્યો હોવાનો આરોપ વિપક્ષે લગાવ્યો હતો.. સાયકલ આપતા પહેલા સાયકલ પર વરસાદના કારણે કાટ લગતા કલર કરવામાં આવ્યો હોવાની વાત સરકારે કરી હતી.. સાયકલ ખુલ્લા મેદાનમાં રાખવી પડે જેના કારણે સાયકલ પલળી હોવાની પણ વાત સરકારે કરી છે..