
Anand News: બોરસદની સરસ્વતી સ્કૂલની દાદાગીરી, વાલી સાથે શિક્ષિકાએ કરેલી વાતચીતનો ઓડિયો આવ્યો સામે
આણંદના બોરસદની સરસ્વતી શાળા ફરી વિવાદમાં આવી છે. જ્યાં ફી ના ભરનારી શાળાની વિદ્યાર્થિનીએ ક્લાસમાં ઊભી રાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જ્યારે વિદ્યાર્થિનીના વાલીએ જણાવ્યું હતું કે, સત્રની અડધી ફી ભરી હતી, જો કે, ફી ન ભરાય તો ટ્રાન્સપોર્ટેશન બંધ કરવાની ધમકી આપી હતી. સમગ્ર બનાવમાં વાલી અને શાળાના કર્માચારીની એક ઓડિયો ક્લિપ વાઈરલ થઈ રહી છે.
મળતી માહિતી અનુસાર, આણંદ બોરસદની સરસ્વતિ સ્કુલની દાદાગીરી વધુ એક વાર વિદ્યાર્થીઓ સાથે સ્કુલે ઓરમાયું વર્તન કર્યું છે. વાલીએ ફી ન ભરતા બાળકીને સ્કુલમાં ન મોકલવા જણાવ્યું. વાલી સાથે શિક્ષિકાએ કરેલ વાતચીતનો ઓડિયો સામે આવ્યો હતો. ફી ભરેલ ન બાળકોને વર્ગની બહાર બેસાડતા હોવાનો શિક્ષિકાનો એકરાર, અડધી શૈક્ષણિક ફી બાકી હોઈ સ્કુલ ન મોકલવા વાલીને જણાવતા સંચાલકો. વાલીએ ફેબ્રુઆરીના અંત સુધીમાં ફી ભરવાની આજીજી બાદ પણ સંચાલકો ન માન્યા હતા. અગાઉ પણ ફી ન ભરનાર બાળકોને લોબીમાં બેસાડતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. વિડીયો વાયરલ થયા બાદ પણ શિક્ષણ વિભાગ દ્વારા કોઇ કાર્યવાહી કરાઈ ન હતી.