BZ Group Scam : Bhupendrasinh Zala ને ભગાડવામાં કોનો હતો હાથ? કોણ છે મહિલા PSI?
BZ Group Scam : Bhupendrasinh Zala ને ભગાડવામાં કોનો હતો હાથ? કોણ છે મહિલા PSI?
મહેસાણાના દવાડા ગામ પાસેથી મહાઠગ ભૂપેન્દ્ર સિંહ ઝાલાની ધડપકડ કરાઈ છે. જો કે છેલ્લા એક મહિનાથી ભપેન્દ્ર સિંહ ઝાલા અહીં રહેતો હતો તેવું સ્થાનિક ખેડૂતે દાવો કર્યો છે. હવે સમાચાર મળી રહ્યા છે કે, ભૂપેન્દ્રસિંહને ભગાડવામાં એક મહિલા પીએસઆઇએ મદદ કરી હતી. આ મહિલા પીએસઆઈ હાલ સુરતમાં હોવાની પણ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. જોકે, મહિલા પોલીસનું નામ જાણવા મળી શક્યું નથી.
મહાઠગ ભૂપેન્દ્ર સિંહ ઝાલા છેલ્લા એક મહિનાથી આ ફામ હાઉસમાં રહેતો હોવાનો સ્થાનિક ખેડૂતો એ ખુલાસો કર્યો છે ત્યારે રાતના સમય અહી ગાડીઓની અવર જવર વધુ રહેતી જો કે ભૂપેન્દ્ર સિહ ઝાલા જે ફાર્મ હાઉસમાં રહેતો હતો તેના રૂમના Exclusive દ્રશ્યો તમે જોઈ શકો છો કઈ રીતે રૂમમાં બે બેડ, ટીવી, ફ્રીજ, ઈન્ટરનેટ સેવા સહિતની તમામ સુવિધા ઉભી કરાઈ છે. જો કે અહી રૂમ પાસે પડેલ દારૂની બોટલો અને ખાલી ગ્લાસ ઘણું બધું કહી જાય છે.