Exclusive on BZ Group Scam: મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના માયાજાળનો CAએ કર્યો પર્દાફાશ
Continues below advertisement
BZ પોન્ઝી સ્કીમ અંગે અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો થયો છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાનો CA એબીપી અસ્મિતા પર સામે આવ્યો છે. CA ઋષિત મહેતાની ક્રાઈમબ્રાંચ પૂછપરછ કરી ચૂકી છે. CA ઋષિત મહેતાએ એબીપી અસ્મિતા પર ભૂપેન્દ્રસિંહ ઝાલાની કેટલી કંપની છે, કઈ કઈ કંપનીનું ઓડિટ થતું હતું, કઈ- કઈ કંપનીનું ઓડિટ ન્હોતુ થતું તે અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો. RBI અને SEBIના લાયસંસ અંગે CA ઋષિત મહેતાએ ખુલાસો કર્યો.. આવો સાંભળીએ ભૂપેન્દ્ર ઝાલાના CA ઋષિત મહેતાના જ મુખેથી.
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના મળતીયા વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. હિંમતનગરમાં મહાઠગના એજન્ટના ઘર, ઓફિસે તપાસ શરૂ કરાઇ હતી. એજન્ટ રૂષિત મહેતાના ઘરે,ઓફિસે CID ક્રાઈમે તપાસ કરી હતી. રૂષિત મહેતા BZ ગ્રુપનું એકાઉન્ટ હેન્ડલ કરતો હતો. BZ ગ્રુપના સાત એજન્ટોની પોલીસે ધરપકડ કરી હતી.
Continues below advertisement