Cabinet Meeting Today | રવિવારે કેબિનેટ બેઠકનો શું છે સસ્પેન્સ, જાણો કેવી છે શક્યતાઓ? | Abp Asmita
આજે રજાનાં દિવસે સાંજે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક યોજાનાર છે. આ બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં અધ્યક્ષ સ્થાને યોજાનાર છે. રજાનાં દિવસે કેબિનેટ બેઠક બોલાવાઈ છે. રજાનાં દિવસે બેઠક હોવાથી અનેક રાજકીય તર્ક વિતર્ક સર્જાયા છે. આ બેઠકમાં જૂની પેશન યોજના સહિતનાં પડતર મુદ્દાઓ કેબિનેટમાં લેવાશે. આવતીકાલે નરેન્દ્ર મોદીને જાહેર વહીવટીય ક્ષેત્રમાં 23 વર્ષ પૂરા થવા આવ્યા છે. 23 વર્ષનાં કાર્યક્રમોની ઉજવણીમાં આજે બેઠક બોલાવી હોવાનું અનુમાન છે.
આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાનાર છે. જેના પહેલા રાજ્યના પ્રવક્તા મંત્રીએ ઋષિકેશ પટેલનું સકારાત્મક નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, કર્મચારી મહામંડળ અને સંલગ્ન મંડળો સાથે સકારાત્મક ચર્ચા થઈ છે. જે મુદ્દે કેબિનેટમાં ચર્ચા કરવામાં આવશે. કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ચર્ચા કરાયા બાદ વિવિધ નિર્ણયો લેવામાં આવશે.