Valsad Rains | વલસાડના કાંજનરણછોડમાં કોઝવે પરથી વાંકી નદીમાં તણાઈ કાર, જુઓ VIDEO

Continues below advertisement

વલસાડમાં નદીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ, કાંજનરણછોડ ગામની વાંકી નદીમાં પાણીનો પ્રવાહ વધતા તણાઈ હતી કાર. સ્થાનિકોની સમય સૂચકતાને કારણે બચ્યો કારચાલકનો જીવ. ટ્રેક્ટરની મદદથી કારને બહાર કાઢવાનો હાથ ધરાયો પ્રયાસ.. 

તારીખ 24 ઓગસ્ટ શનિવાર રોજ 11 કલાકની મળતી માહિતી મુજબ ઉપરવાસમાં હવામાન વિભાગની આગાહીના પગલે પડી રહેલા ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં આવેલા નાના પુલ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે ત્યારે આજરોજ વલસાડના ભોમા પારડી થી કાંજણ રણછોડ જતા રોડ વચ્ચે આવતી વાંકી નદી ના પુલ ઉપર આજરોજ વરસાદી પાણી ફરી વળ્યા હતા જોકે કાર ચાલકે સાહસ કરી કારને પાણીમાં ઉતારતા પાણીનું વહન વધારે હોવાના કારણે તે કારને પાણીમાંથી કાઢી શક્યો ન હતો સમય સૂચકતા વાપરી કાર ચાલકાળમાંથી બહાર ઉતરી ગયો હતો. જોકે આ ઘટનામાં ગ્રામજનો દ્વારા દોરડું બાંધી ટ્રેક્ટર મારફતે કારને પાણીમાંથી બહાર ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પાણીનું વહન વધારે હોવાના કારણે કાર પાણીમાં તણાઈ જવા પામી હતી જો કે દર વર્ષે આ પુલ ઉપર વરસાદી સીઝનમાં આવી ઘટના બનતી જ હોય છે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે આ ઘટનામાં સદ્નસીબે ચાલકનો ચમત્કારી બચાવ થયો હતો

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram