Banaskantha News: વડગામના કારમાં સળગેલી લાશનો ભેદ ઉકેલાયો, ફિલ્મની જેમ વીમો પકવવા ઘડ્યો પ્લાન
Continues below advertisement
બનાસકાંઠામાં ધનપુરા નજીક કારમાં આગ બાદ એક વ્યક્તિના મોતનો કેસ ઉકેલાયો. ઢેલાણા ગામના ભગવાન સિંહ નામના વ્યક્તિએ વિમાનો ક્લેમ પાસ કરાવવા આખું તરકટ રચ્યું. ભગવાન સિંહે કેદારનાથ હોટલ બનાવી હતી. જેના ઉપર 15 લાખની લોન અને કાર ઉપર 1.80 લાખની લોન મળી કુલ 16.80 લાખનું દેવું હતું. આ લોન ભરપાઈ ન કરવી પડે તે માટે ભગવાન સિંહે પોતાનો રૂપિયા એક કરોડનો અકસ્માત મૃત્યુ વીમો અને રૂપિયા 26 લાખનો એલઆઇસી વીમો મળી કુલ 1.26 કરોડનો ક્લેમ પાસ કરાવવા માટે તરકટ રચ્યું હતું. કારમાં પોતે મરી ગયો હોવાનું જાહેર કરવાના ઇરાદે ભગવાન સિંહ ફરાર થઈ ગયો. કાર માલિકને સાગરીતો બાઈક ઉપર મૂકવા જતા સીસીટીવી કેમેરામાં દેખાયા અને ભેદ ઉકેલાયો. પોલીસે હાલ આ તરકટ રચવામાં સામેલ મહેશજી ઠાકોર ભેમાજી રાજપુત દેવાભાઈ ગમાર બાબુભાઈ બુંબડિયાને ઝડપી પાડયા છે..
Continues below advertisement