ABP News

CBSE Board Exams 2025 : આજથી CBSE ધો.10 -12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ

Continues below advertisement

આજથી CBSE Board Examની એક્ઝામનો પ્રારંભ થયો છે. આજે ધોરણ 10 અને 12ના સીબીએસઇના વિદ્યાર્થીનું પ્રથમ પેપર છે. રાજ્યની 680 સ્કૂલોના 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ  પરીક્ષા આપી રહ્યાં છે,અમદાવાદના 21 કેન્દ્રમાં 14 હજાર 281 વિદ્યાર્થી  પરિક્ષા આપશે,. CBSE બોર્ડે પરિક્ષામાં ગેરરિતી ન સર્જાય તે માટે કરી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. 240 વિદ્યાર્થી દીઠ એક CCTV મોનિટરિંગ ઓફિસરને મૂકવામાં આવ્યાં છે. 

પરીક્ષા સવારે 10.30 કલાકે શરૂ થશે. આ વર્ષે 42 લાખ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ દેશભરના 7,842 પરીક્ષા કેન્દ્રો અને 26 દેશોમાં યોજાશે. ધોરણ 12 ની પરીક્ષા 15 ફેબ્રુઆરી થી 4 એપ્રિલ સુધી અને ધોરણ 10 ની પરીક્ષા 15 ફેબ્રુઆરી થી 18 માર્ચ દરમિયાન લેવામાં આવશે.

CBSE 10મી, 12મી બોર્ડની પરીક્ષા 2025માં બેસવા જઈ રહેલા તમામ સ્ટૂડન્ટસ તેમના સ્કૂલ યુનિફોર્મમાં જવાનું રહેશે. જો કે, CBSE ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓ યુનિફોર્મ વગર જઈ શકશે. નિયમિત અને ખાનગી વિદ્યાર્થીઓ માટે CBSE એડમિટ કાર્ડ બોર્ડના પરિક્ષા સંગમ પોર્ટલ પર ઉપલબ્ધ છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નિયમિત વિદ્યાર્થીઓએ તેમની શાળામાંથી પ્રવેશ કાર્ડ એકત્ર કર્યા હશે, જ્યારે ખાનગી વિદ્યાર્થીઓ બોર્ડની સાઇટ પરથી તેમના પ્રવેશ કાર્ડને સીધા જ ડાઉનલોડ કરી શકે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram