Chaitar Vasava | ચૈતર વસાવાના કાર્યાલય પર દારૂના નશામાં કોણે કરી બબાલ? જુઓ મોટા સમાચાર
Download ABP Live App and Watch All Latest Videos
View In AppChaitar Vasava | નર્મદા જિલ્લા પોલીસ ના હેડ કોન્સ્ટેબલ પ્રદીપ વસાવા વિરુદ્ધ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુન્હો એ છે કે ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા ના કાર્યાલય અશોભનીય વર્તન કર્યુ હતુ. ત્યારબાદ હેડ કોન્સ્ટેબલ એ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવી જેના વિડિઓ પણ વાયરલ થયા છે. હેડ કોન્સ્ટેબલ પ્રદીપ વસાવા એ ડેડીયાપાડા પોલીસ સ્ટેશન માથે લીધું હતું. ધારસભ્ય ચૈતર વસાવા પણ મોડી રાતે પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. હાલ તો નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત શુમ્બે દ્વારા આ હેડ કોન્સ્ટેબલ ને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ચૈતર વસાવા અત્યારે ડેડિયાપાડાથી આપના ધારાસભ્ય છે. તેઓ લોકસભાની ચૂંટણી મનસુખ વસાવા સામે લડ્યા, પરંતુ તેમાં તેમનો પરાજય થયો છે.