Chandipura Case | માત્ર એક જ દિવસમાં ચાંદીપુરાના નોંધાયા 10થી વધુ કેસ, જુઓ વીડિયો
Continues below advertisement
Chandipura Case | માત્ર એક જ દિવસમાં ચાંદીપુરાના નોંધાયા 10થી વધુ કેસ, જુઓ વીડિયો
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળ્યો છે.ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ચાંદીપુરાના 10 નવા કેસ નોંધાયા છે. શંકાસ્પદ ચાંદીપુરાના ભરડામાં 27 બાળકોના મોત થયા છે. અત્યાર સુધી 20થી વધુ જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરાના કુલ 71 કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં 10 કેસ નોંધાયા
સૌથી વધુ 11 કેસ પંચમહાલ જિલ્લામાંથી સામે આવ્યા છે. સાબરકાંઠામાંથી 8 કેસ સામે આવ્યા છે. ચાંદીપુરાના ખેડા અને ગાંધીનગરમાંથી 5-5 કેસ નોંધાયા છે. જામનગર જિલ્લામાંથી પણ 5 કેસ નોંધાયા છે. અરવલ્લી, અમદાવાદ,મહેસાણામાં 4-4 કેસ નોંધાયા છે.
વડોદરા,દ્વારકા, ભાવનગર, રાજકોટમાં 1-1 કેસ નોંધાયા છે. શનિવારે સારવાર બાદ ત્રણ બાળકોને રજા આપવામાં આવી છે. જો કે હજુ પણ 41 બાળ દર્દી વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
Continues below advertisement