Chandra Govinddas controversy : બંધારણને લઈ કથાકાર ચંદ્ર ગોવિંદદાસનું પહેલા વિવાદિત નિવેદન, હવે માફી માંગતા કહ્યું...
Chandra Govinddas controversy : બંધારણને લઈ કથાકાર ચંદ્ર ગોવિંદદાસનું પહેલા વિવાદિત નિવેદન, હવે માફી માંગતા કહ્યું...
અમદાવાદ : વધુ એક સાધુનો વાણી વિલાસ વિવાદાસ્પદ બન્યો છે. બેફામ બનેલા ચંદ્ર ગોવિંદદાસે દેશના બંધારણની ટીકા કરી હતી. ચંદ્ર ગોવિંદદાસે દેશના બંધારણને લઈ વિવાદીત નિવેદન આપ્યું છે. દીકરીઓ માટે પણ બેફામ વાણી વિલાસ કરવામાં આવ્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. હવે વિવાદ વધતા ચંદ્ર ગોવિંદદાસે માફી માંગી છે.
બંધારણને લઈ વાંધાજનક શબ્દોનો ઉપયોગ
સુરતના રાધા દામોદર મંદિરના સાધુનો આ વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે. બંધારણને લઈ વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબજ ટ્રોલ થઇ રહ્યું છે.હવે વિવાદ વધતા તેમણે વીડિયો બનાવી માફી માંગી છે.
ચંદ્ર ગોવિંદદાસે વિવાદ વધતા માફી માંગી
ચંદ્ર ગોવિંદદાસે વીડિયો બનાવી માફી માંગી છે. આ વીડિયોમાં તેમણે કહ્યું કે, તેમના નિવેદનને લઇને ગેરસમજ ઉભી થઇ છે તેઓ માત્ર એટલું કહેવા માંગતા હતા કે દીકરીઓની સુરક્ષા નથી થતી અને તેમને ન્યાય નથી મળતો. મેં કોઇ વ્યક્તિ કે સમાજનું નામ લઇ બંધારણ પર નિશાન સાધ્યુ નથી, અને કોઇ ખરાબ ભાવ કે ખરાબ હેતુથી નિવેદન નથી આપ્યું. છતા પણ કોઇની લાગણી દુભાઇ હોય તો હુ ક્ષમાં માંગુ છું.