Chhotaudepur: નર્મદા વિભાગની બેદરકારી, માઈનોર કેનાલ ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ફરી વળ્યા
છોટાઉદેપુર : નર્મદા માઇનોર કેનાલ ઓવરફ્લો અને લિકેજના કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. બોડેલી તાલુકાના ગણેશવડ નજીક થી પસાર થતી માઇનોર કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા પાકને મોટું નુકસાન થયું હતું. અધિકારી ને જાણ કરવા છતાં સ્થળ ની મુલાકાતે આવવા તૈયાર નથી.