મનસુખ વસાવાના રાજીનામાને લઈ છોટુ વસાવા અને તુષાર ચૌધરીએ શું કહ્યું ? જુઓ વીડિયો
ભરુચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે મનસુખ વસાવાએ રાજીનામું આપતો પત્ર લખ્યો હોવાનો સ્વીકાર કર્યો છે. ત્યારે મનસુખ વસાવાના રાજીનામાં બાદ બીટીપી અને કૉંગ્રેસ ગેલમાં જોવા મળી રહી છે. મનસુખ વસાવાનું રાજીનામું ભાજપનું પાપ છતું થયું હોવાનો તુષાર ચૌધરીએ આક્ષેપ કર્યો છે. સાથે ભાજપમાં આદિવાસી નેતાની અવગણના થતી હોવાનો આક્ષેપ કર્યો છે. બીટીપી નેતા છોટુભાઈ વસાવાએ ટ્વીટ કરીને લખ્યું કે, અંતરઆત્માનો અવાજ સાંભળીને જ વ્યક્તિ સાચો ત્યાગ કરે છે