Mock Drill: રાજ્યના અલગ અલગ જિલ્લામાં ઓપરેશન અભ્યાસ હેઠળ સિવિલ ડિફેન્સ મોકડ્રિલ યોજાઈ
અમદાવાદ શહેર અને જિલ્લામાં ઓપરેશન અભ્યાસ હેઠળ સિવિલ ડિફેન્સ મોકડ્રિલ યોજાઈ. અમદાવાદ શહેરના પેલેડિયમ મોલ સહિત શહેરના અલગ અલગ 10 સ્થળો પર મોકડ્રિલ યોજાઈ. એક સાથે બે હજાર લોકોનું રેસ્ક્યુ કરવાની મોકડ્રિલ કરવામાં આવી જ્યારે જિલ્લામાં ધંધુકા નગરપાલિકા, વિરમગામ ટેન્ક ફાર્મ, પિરાણા સબ સ્ટેશન પાવરગ્રીડ, વટવા જીઆઈડીસી, ગેલોપ્સ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક, ગણેશપુર કોઠ મંદિર, સાણંદ જીઆઈડીસીમાં આવેલ ટાટા પ્લાન્ટમાં સિવિલ ડિફેન્સ મોકડ્રિલ યોજાઈ. નોડલ અધિકારીઓની નિમણુંક કરીને તમામ વિભાગો સાથે સંકલન કરીને અન્ય તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી.
સુરતમાં પણ ઓપરેશન અભ્યાસ હેઠળ ચાર સ્થળો પર મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યુ.. મોકડ્રિલ દરમિયાન સર્ચ સહિત રેસ્ક્યુની કાર્યવાહી કરવામાં આવી. સૌપ્રથમ અડધો કલાક સાયરન વગાડવામાં આવ્યું.. બાદમાં એક કલાક જેટલો સમય સર્ચ અને રેસ્ક્યુ સહિતની કામગીરી કરવામાં આવી. મોકડ્રિલમાં સુરત જિલ્લા વહીવટી પ્રશાસન, પાલિકા, શહેર પાલીસ સહિત DGVCL તેમજ ટોરેન્ટ પાવરના કર્મચારીઓ પણ મોકડ્રિલમાં જોડાયા.
આ તરફ કચ્છમાં ત્રણ જગ્યાએ સિવિલ ડિફેન્સ મોકડ્રિલ યોજાઈ.. ભૂજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યુ.. જેમાં પોલીસ,NCC,હેલ્થ વિભાગ, હોમગાર્ડ, રેડ ક્રોસ, સિવિલ ડિફેન્સ વિભાગ, મહિલા પોલીસ, શી-ટીમ, PGVCL અને વનવિભાગના કર્મચારીઓ મોકડ્રિલમાં જોડાયા.. મોકડ્રિલ જોવા માટે મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી પડ્યા હતા. .યુદ્ધની પરિસ્થિતિમાં કેવી રીતે બચવુ, હવાઈ હુમલા સમયે સામાન્ય નાગરિકોએ શું કરવુ તે અંગે તાલિમ આપવામાં આવી..
ગીર સોમનાથના વેરાવળ એસટી રોડ સહિતના જાહેર સ્થળો પર મોકડ્રિલ યોજાઈ.. ફાયર વિભાગના અધિકારીઓએ લોકોને યુદ્ધના સમયમાં શું સાવચેતી રાખવી તે અંગે તાલિમ આપવામાં આવી..
પાટણ જિલ્લાના 18 સ્થળો પર આપાતકાલિન સાયરન વગાડીને મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યા. મામલતદાર કચેરી અને નગરપાલિકા કેમ્પસમાં લોકજાગૃતિ માટે યોજાયેલી મોકડ્રિલમાં જીઆરડી જવાન, પોલીસ સ્ટાફ, તેમજ ફાયરના કર્મચારીઓ સહિત મામલતદાર કચેરીના તમામ અધિકારી અને નગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.. કેમ્પસમાં બોમ્બ બ્લાસ્ટ બાદ આગ લાગવાથી ઈજાગ્રસ્તોને કેવી રીતે સુરક્ષિત બહાર કાઢવામાં આવે તેની મોકડ્રિલ કરાય..