CM Bhupendra Patel BIG Statement: ચોમાસાના વિલંબ પર મુખ્યમંત્રીનું મોટુ નિવેદન

Continues below advertisement

ચોમાસાનો વરસાદ ઓછો પડવાની સંભાવનાને લઈને મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે અલનીનોની અસરને કારણે આ વર્ષે સામાન્ય કરતાં 10થી 20 ટકા ઓછા વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ ઓછો પડે તો તે સ્થિતિમાં શું પગલાં લેવા તે માટે સરકારે પહેલેથી જ આયોજન કર્યું છે. નર્મદાનું પાણી છોડીને ડેમ અને તળાવો ભરવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે અને જમીનના સ્વાસ્થ્યમાં સુધારો લાવવા પ્રયાસો ચાલી રહ્યા છે, જેથી ખેતર અને પાક બંનેનું ઉત્પાદન સારું રહે.

 
અલનીનોની અસરતી વરસાદ ખેંચાવાના પૂર્વાનૂમાન પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપી પ્રતિક્રિયા.. અલનીનોની અસરને લઈને દર વર્ષ કરતા આ વર્ષે 10-20 ટકા ઓછો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે ત્યારે જો વરસાદ ઓછો પડે તો શું પગલા લેવા જોઈએ તેની સરકારે તૈયારી કરી હોવાની મુખ્યમંત્રીએ નાગરિકોની બાંહેધરી આપી.. સાથે જ ખેડૂતો માટે નર્મદાના પાણીથી ડેમ અને તળાવો ભરવાનું શરૂ કરી દીધુ હોવાનું અને તમામ બાબતોને ધયાનમાં રાખીને સરકાર આયોજન કરી રહી હોવાની ખાતરી આપી.. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola