
CM Bhupendra Patel:ભરતીને લઈને CM ભૂપેન્દ્ર પટેલનો સૌથી મોટો નિર્ણય | 22-3-2025
CM Bhupendra Patel:ભરતીને લઈને CM ભૂપેન્દ્ર પટેલનો સૌથી મોટો નિર્ણય | 22-3-2025
ગુજરાત સરકારે શિક્ષકોની ભરતીને લઇને મહત્વનો નિર્ણય લીધો છે. લાંબા સમયથી ખાલી પડેલી શિક્ષકોની જગ્યા પર હવે મોટાપાયે ભરતી થશે, સરકારે 10,700 જગ્યા પર શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી છે. 2230 જુના શિક્ષકોની શાળા ફાળવણી અને નિમણૂક હુકમોની પ્રક્રિયા પૂર્ણ થતાં સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. સરકાર 3187 ખાલી પડતી જગ્યાઓ શિક્ષક સહાયકથી ભરવાની મંજૂરી આપી છે. હાલમાં ચાલતી ભરતીમાં ઉમેરો કરી કુલ 10,700 જગ્યા માટે ભરતી કરવામાં આવશે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 2230 જેટલા જૂના શિક્ષકોની શાળા ફાળવણી અને નિમણૂક હુકમોની પ્રક્રિયાને પૂર્ણ કરી દીધી છે. આ શિક્ષકોને ટૂંક સમયમાં તેમની નિયુક્તિના આદેશો મળી જશે. આ ઉપરાંત, સરકારે 3187 નવી ખાલી પડતી જગ્યાઓને શિક્ષણ સહાયક દ્વારા ભરવાની પણ મંજૂરી આપી છે.