CM Bhupendra Patel: બાળકોમાં વધતા મોબાઈલના ચલણને લઈ CMએ વ્યક્ત કરી ચિંતા

બોર્ડની પરીક્ષા આપનારા વિધાર્થીઓને મોબાઈલ ફોનના ઉપયોગ અંગે મુખ્યમંત્રીએ આપી સલાહ..મોબાઈલ વાપરવાનો, ભણવાનો, રમવાનો અને સોશયલ મીડિયા માટેનો સમય નક્કી કરવાનું વિદ્યાર્થીઓને કર્યું સૂચન.. પોતાના પુત્રનું ઉદાહરણ આપતા તેમણે સમજાવ્યું કે જ્યારે તે મોબાઈલ જોવા માંગે તો અમે પહેલેથી જ સમય નક્કી કરીને તેને મોબાઈલ આપીએ છીએ. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરની ખાનગી શાળામાં હાજરી આપી હતી. વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી વાંચનની ટેવ ન રાખવાની તેમણે સલાહ આપી. સાથે જ માતા-પિતાને પણ તેમણે પરીક્ષા કેન્દ્ર સુધી વિદ્યાર્થીઓની સાથે જવા સલાહ આપી. સાથે જ તેમણે વિદ્યાર્થીઓને કહ્યું સારામાં સારી મદદ હંમેશા મિત્ર કરી શકે. સારી નરસી તમામ વાતો મિત્રને કરવી જોઈએ..

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola