હવે ગુજરાતમાં ડ્રેગન ફ્રૂટ કમલમ ફ્રૂટ તરીકે ઓળખાશે, CM રૂપાણીએ શું આપ્યું કારણ?
Continues below advertisement
શહેર, ગલી કે રસ્તાના નામ બદલતા તો તમે જોયા હશે અને સાંભળ્યા હશે.પણ હવે ગુજરાતમાં તો ફ્રૂટનું નામ પણ બદલાઈ ગયું છે. જે ફ્રૂટનું નામ બદલાયું છે તે છે ડ્રેગન ફ્રૂટ.ગુજરાતમાં હવે ડ્રેગન ફ્રૂટની ઓળખ કમલમ્ તરીકે થશે. આ નામ ખુદ ગુજરાત સરકારે નક્કી કર્યું....એટલું નહીં પણ નવા નામની પેટન્ટ માટે અરજી પણ કરી છે. જેથી ભવિષ્યમાં ડ્રેગન ફ્રૂટને કમલમનું સત્તાવાર નામ મળી શકે. આ ફળની ખેતી કચ્છ સહિત ગુજરાતમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં થઇ રહી છે..પરંતુ તેનું ડ્રેગન ફ્રૂટ નામ શોભતું નહીં હોવાનું સરકાર માને છે..તેથી હવેથી આ ફ્રૂટને કમલમ્ અથવા કમલમ ફ્રૂટનું નામ આપવાની જાહેરાત મુખ્યમંત્રી રૂપાણીએ કરી.
Continues below advertisement