Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
કમોસમી વરસાદ બાદ નવા વર્ષની શરૂઆતથી જ રાજ્યમાં જામ્યો કડકડતી ઠંડીનો માહોલ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશા તરફના પવન ફુંકાતા રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે
રાજ્યમાં વધ્યું ઠંડીનું જોર..ડિસેમ્બર મહિનાની સરખામણીએ જાન્યુઆરીમાં હવે ઠંડીનો ચમકારો અનુભવાયો. રવિવારે રાત્રે 11 શહેરમા 15 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું..ગઈકાલ રાત્રે 8 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું. આગામી પાંચ દિવસ નલિયાનું તાપમાન 7થી 8 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે. રાજકોટમાં 9.5 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતા 3.5 ડિગ્રીનો ઘટાડો થયો. ભુજમાં 11.2, ગાંધીનગરમાં 12, દાહોદમાં 12.8, કંડલામાં 13, પોરબંદરમાં 13.9, વડોદરામાં 14.2 ડિગ્રી તાપમાન નોંધાયું. બીજી તરફ અમદાવાદમાં 14 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાન સામાન્ય કરતા 1.7 ડિગ્રી વધઆરે નોંધાયું. હવામાન વિભાગ મુજબ 10 જાન્યુઆરી બાદ લઘુતમ તાપમાન 14 ડિગ્રીથી નીચે જતા ઠંડીના પ્રમાણમાં વધારો થઈ શકે છે.