Gujarat Weather Update: 1 જાન્યુઆરીથી રાજ્યમાં વધશે ઠંડીનું જોર: હવામાન વિભાગની આગાહી
જાન્યુઆરીના પ્રથમ સપ્તાહથી પડશે હાડ થીજાવતી ઠંડી.આ આગાહી કરી છે હવામાન વિભાગે
જાન્યુઆરીના પ્રથમ સપ્તાહથી પડશે હાડ થીજાવતી ઠંડી.આ આગાહી કરી છે હવામાન વિભાગે. જાન્યુઆરીના પ્રારંભ સાથે જ આખરે શિયાળો અસલ મિજાજ બતાવવાનું શરૂ કરી શકે છે. આગામી 1થી સાત જાન્યુઆરી સુધી લઘુતમ તાપમાન 11થી 13 ડિગ્રી વચ્ચે રહી શકે છે. ગઈકાલ રાત્રે અમદાવાદમાં 15.1 ડિ્ગરી સાથે લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતા 2.1 ડિગ્રીનો વધારો નોંધાયો હતો..આગામી 31 ડિસેમ્બર સુધી અમદાવાદનું તાપમાન 14 ડિગ્રીની આસપાસ જ નોંધાઈ શકે છે..જો કે 1 જાન્યુઆરીથી ઠંડીનું જોર વધશે..શનિવારે નલિયામાં 11.2, ડીસામાં 13.2, અમરેલીમાં 13.8, ગાંધીનગરમાં 14, રાજકોટમાં 14.4, વડોદરામાં 14.6, ભાવનગરમાં 16.8, સુરતમાં 17.8 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતુ. હવામાન વિભાગના મતે આગામી પાંચ દિવસ તાપમાનમાં ફેરફારની સંભાવના નહીવત છે..આ પછી તાપમાન ચાર ડિગ્રી જેટલું ઘટી શકે છે..