Patan News | વરસાદમાં પાટણ શહેર અને જિલ્લામાં રસ્તાોની હાલત બિસ્માર
પાટણ શહેર સહિત જિલ્લા માં વરસાદ વરસવાની સાથે જ ઠેર ઠેર તંત્ર ની પોલ ખુલ્લી પડી અને રોડ-રસ્તા પર તંત્ર દ્વારા લગાવામાં આવેલ મેકપ વરસાદ સાથે ધોવાઈ જતા તંત્ર ની નબળી કામગીરી ની પોલ બહાર આવી છે જેના કારણે પાટણ તેમજ બનાસકાંઠા એમ બે જિલ્લાને જોડતો હાઇવે માર્ગ મગર ની પીઠ સમાન જોવા મળી રહ્યો છે આ બે જિલ્લાની વચ્ચે આવેલ સરસ્વતી તાલુકાના કાંસા અને સાંપ્રા વચ્ચે નો 10 કિલોમીટર થી વધુ રોડ પર મસ મોટા તેમજ અસંખ્ય નાના ખાડાઓ મળી તેમજ મોટા ખાડા સાથે રોડ પરની કપચી બહાર આવી ગઈ છે જેથી આ માર્ગ પસારકરવો એટલે મોત ની સવારી સમાન માર્ગ
પાટણ શહેર સહિત જિલ્લા માં મોડે મોડે મેઘરાજાનું આગમન થતા ની સાથે તંત્ર દ્વારા રોડ પર લગાવેલ મેકપ ની પોલ પણ ખુલ્લી પડી જવા પામી છે જેમાં પાટણ બનાસકાંઠા એમ બે જિલ્લાને જોડતો હાઇવે રોડ મગર ની પીઠ સમાન બની જવા પામ્યો છે જેમાં સરસ્વતી ના કાંસા તેમજ સાંપ્રા ને જોડતો 10 કિલોમીટર થી વધુ નો રોડ પર તંત્ર દ્વારા રોડ નું સમાર કામ તો કર્યું પરંતુ માત્ર કપચી અને સિમેન્ટ થી સમાર કામ કરતા મસ નાના મોટા ખાડાઓ નું સામ્રાજ્ય બન્યું છે અને આ માર્ગ પરથી રોજના અસંખ્ય મોટા તેમજ નાના વાહનો પસાર થતા હોય છે જેથી માર્ગ બિસ્માર હોવાથી તેમજ માર્ગ પરના કપચા બહાર આવી જતા અકસ્માત નો ભય તેમજ માર્ગ પરથી પસાર થતા ટાયરો પણ ફૂટવા ના બનાવો બની રહ્યા છે તેમજ શરીર માટે પણ આ રોડ યોગ્ય રહ્યો નથી પ્રજાના ટેક્સ ના રૂપિયા વરસાદ થતા ની સાથે જ તંત્ર દ્વારા બનાવમાં આવેલ રોડ માં ધોવાઈ ગયા છે અને રોડ ની હલકી ગુણવત્તા બહાર આવી જવા પામી છે સાથે હાઇવે પર ઠેર ઠેર નાના મોટા અસંખ્ય ખાડાઓ પડ્યા છે સાથે વરસાદ બંદ થયા છતાં ખાડાઓ મા પાણી ભરાયેલ હોવાથી રોડ મા ખાડો કે ખાડામાં રોડ એ પણ જાણવું મુશ્કેલ બન્યું છે સાથે ખાડામાં પાણી ભરાયેલ હોવાથી અકસ્માત નો પણ ભય રહેવા પામ્યો છે જેથી વાહન ચાલકો ની એક સામાન્ય ભૂલ અકસ્માત સર્જી શકે તેવી સ્થિતિ જોવા મળી રહી છે જેથી કરોડો ના રોડ રસ્તા ની ગુણવતા સાવ હલકી હોવાથી વરસાદ માજ તે ધોવાઈ જાય છે....