Gujarat Congress : ખેડૂતોના મુદ્દે હવે કોંગ્રેસ આવી મેદાનમાં,15 ઓક્ટો.થી શરૂ કરશે રાજ્યવ્યાપી અભિયાન

Continues below advertisement

ખેડૂતોના મુદ્દે 15 ઓક્ટોબરથી કૉંગ્રેસ કરશે રાજ્યવ્યાપી અભિયાન..જ્યાં જ્યાં મગફળીનું વાવેતર થાય છે તે તમામ તાલુકાઓમાં કૉંગ્રેસ અભિયાન શરૂ કરશે. આ અભિયાન થકી કૉંગ્રેસ ખેડૂત દીઠ 300 મણ કરતા વધુ મગફળી ખરીદવાની સરકાર સમક્ષ માગ કરશે.. એટલુ જ નહીં.. ખેડૂતોની અરજીઓ સાથે પદયાત્રા યોજીને કૉંગ્રેસ મામલતદારને આવેદનપત્ર પણ આપશે. હાલ સરકાર ખેડૂત દીઠ માત્ર 70 મણ મગફળી ખરીદશે તેવી અફવા ચાલી રહી છે.. અભિયાન અંગે પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે ખેડૂતો મુદ્દે ન તો કેન્દ્ર સરકાર કે ન તો ભાજપ સરકારે તેનું એક વચન પણ સાચુ પાડ્યુ નથી.. ખેડૂતોની અધોગતિ થાય તેવા સરકારે નિર્ણય કર્યા છે.. જો સરકાર સકારાત્મક નિર્ણય નહીં લે તો ખેડૂતોને સાથે રાખીને ઉગ્ર આંદોલનની અમિત ચાવડાએ ચીમકી ઉચ્ચારી

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola