Gujarat Local Body Election Results: સાંસદ ગેનીબેનના ગઢમાં ગાબડું, ભાભર નપામાં કોંગ્રેસના સૂપડાસાફ
Continues below advertisement
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આજે મતગણતરી ચાલી રહી છે. કૉંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું હતું. ભાભર નગરપાલિકામાં કૉંગ્રેસના સૂપડા સાફ થયા છે. કોંગ્રેસ સાંસદના વિસ્તારમાં ભાજપે મોટું ગાબડું પાડ્યું છે. ભાભર નગરપાલિકાના છ વોર્ડની કુલ 24 બેઠકો પર ભાજપે વિજય નોંધાવ્યો છે.
ચૂંટણી પંચના આંકડાઓ અનુસાર, 260 તાલુકા પંચાયતની કુલ 552 બેઠકો પર ભાજપનો વિજય નોંધાયો છે, જ્યારે કૉંગ્રેસને 87 બેઠકો મળી છે. 84 નગરપાલિકાની 586 બેઠકો પર ભાજપે જીત મેળવી છે, જ્યારે કૉંગ્રેસને માત્ર 57 બેઠકો મળી છે. તે ઉપરાંત 34 જિલ્લા પંચાયતની 127 બેઠકો પર ભાજપનો વિજય થયો છે, જ્યારે કૉંગ્રેસને માત્ર 7 બેઠકો પર જીત મળી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગણદેવી નગરપાલિકાનું પ્રથમ પરિણામ જાહેર થયું છે, જેમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ગણદેવી નગરપાલિકાની તમામ 24 બેઠકો પર કમળ ખીલ્યું છે અને ભાજપે ક્લિનસ્વીપ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે, આ ચૂંટણીમાં ભાજપનો દબદબો એટલો મજબૂત હતો કે કુલ 24 બેઠકોમાંથી 22 ઉમેદવારો તો અગાઉ જ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement