Controversy in Marwadi University: પ્રોફેસર ગેલેરીમાં ન્યૂડ વિડ્યોકોલમાં વાત કરતા દેખાતાં ખળભળાટ
સૌરાષ્ટ્રની સૌથી મોટી ખાનગી યુનિવર્સિટીઓમાંની એક એવી રાજકોટની મારવાડી યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. આ વખતે વિદ્યાર્થીઓ નહીં, પરંતુ યુનિવર્સિટીના એક પ્રોફેસર સામે ગંભીર આક્ષેપો સાથેનો વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. શિક્ષણના ધામમાં પ્રોફેસરના કથિત કૃત્યથી અનેક સવાલો ઉભા થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટની મારવાડી યુનિવર્સિટીના કોમ્પ્યુટર વિભાગના પ્રોફેસર આશિષકુમાર શુભાસચંદ્ર ભાલોડીયા કથિત રીતે એક વાયરલ વીડિયોને કારણે વિવાદમાં આવ્યા છે. આરોપ છે કે, પ્રોફેસર એક વીડિયોકોલમાં ન્યૂડ અવસ્થામાં વાત કરી રહ્યા હતા. આ વીડિયોકોલમાં સામે છેડે કોઈ વ્યક્તિ ન્યૂડ ડાન્સ કરી રહી હોય તેવા દ્રશ્યો કેદ થયા છે.
આ કથિત વીડિયો યુનિવર્સિટીના જ એક વિદ્યાર્થી દ્વારા ઉતારવામાં આવ્યો હોવાનું અને તેને વાયરલ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે, જેના પગલે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ જેને શિક્ષણ આપવાનું હોય તેવા પ્રોફેસરનું નામ આવા ગંભીર વીડિયો સાથે જોડાતા ભારે ચકચાર મચી છે.