Shambhunath Tundiya Statement: પોતાના પ્રતિનિધિ અંગે પત્રનો વિવાદ, MLA શંભુનાથ ટુંડિયાની સ્પષ્ટતા

ગઢડા-ઉમરાળાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયાના પોતાના પ્રતિનિધિ મુદ્દે પત્રને લઈને વિવાદ થયો. સોશલ મીડિયામાં વાયરલ પત્રનો વિરોધ પર એટલો જ થયો. ત્યારે આ જ પત્રને લઈને ધારાસભ્ય શંભુનાથ ટુંડિયાએ સ્પષ્ટતા કરી છે. શંભુનાથ ટુંડિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યુ કે આ પત્રને લઈને ખોટી ગેરસમજ ઉભી થઈ છે. દિલીપ શેટાની નિમણુંક સવર્ણમાંથી કરેલ હોય જે કોઈ વિવાદનો વિષય નથી. ગઢડા વિધાનસભામાં બોટાદ અને ભાવનગર જિલ્લા એમ બે જિલ્લામાં મતક્ષેત્ર વિભાજીત થયો છે.. એક જ દિવસે બે સંકલન સમિતિની બેઠક હોવાથી એક જ બેઠકમાં હાજરી આપી શકુ છુ.. મારા વિશ્વાસપાત્ર વ્યક્તિને મે પ્રતિનિધિ તરીકે મુક્યો છે. હું ધારાસભ્યની સાથે ભાજપના અનુસૂચિત જાતિના મોરચાનો રાષ્ટ્રીય મહામંત્રી છું.. રાષ્ટ્રીય મહામંત્રી હોવાને નાતે અન્ય રાજ્યોમાં પણ પ્રવાસે જવુ પડે છે. જેથી પ્રતિનિધિત્વ માટે પ્રાંત અધિકારીને પત્ર લખીને રજૂઆત કરી. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola