Corona Case: કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો, એક જ દિવસમાં નવા 68 કેસ
Corona Case: કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો, એક જ દિવસમાં નવા 68 કેસ
દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સંક્રમિતોનો આંકડો 1000ને પાર થઈ ગયો છે. રાજધાની દિલ્હી, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઝારખંડ, કર્ણાટક, કેરળ સહિત મોટાભાગના રાજ્યોમાં કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે વાત કરીએ ગુજરાતની તો રાજ્યમાં આજે (30 મે) કોરોના વાયરસના 68 કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ 265 એક્ટિવ કેસ છે, જેમાંથી 11 દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે, જ્યારે 254ને હોમ આઇસોલેશનમાં રખાયા છે. બીજી તરફ આજે 26 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે. જો કે, રાજ્યમાં કોરોનાથી એકપણ મોત થયું નથી.
કોવિડના કેસોમાં દ૨ 6 થી 8 માસમાં રાઈજિંગ ટ્રેન્ડ આવતો હોય છે જેથી ગભરાવાની જરૂર નથી. 'સાવચેતી એજ સમજદારી છે'