રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો, અમદાવાદમાં 24 કલાકમાં કેટલા નવા કેસ નોંધાયા?
ગુજરાતમાં સતત કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 926 પોઝિટીવ કેસ નોંધાયા હતા. અમદાવાદમાં સૌથી વધુ 210 પોઝિટીવ કેસ નોંધાયા હતા. સરકારે કહ્યું હતું કે તહેવારો બાદ કોરોના ટેસ્ટિંગ માટે ઝૂંબેશ હાથ ધરાશે.