રાજ્યમાં કોરોનાના કેસમાં બેફામ વધારો, 2 મહિના પછી નોંધાયા 675 કેસ
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. બે મહિના પછી ફરી 675 કેસ નોંધાયા.સતત 18માં દિવસે સાજા થનાર કરતા નવા દર્દીની સંખ્યા વધુ રહી છે. 12 જાન્યુઆરી પછી રાજ્યમાં પહેલી વખત કોરોનાના 600થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 675 કેસ નોંધાયા છે.તો આ તરફ સુરતમાં પણ કોરોના સંક્રમણમાં વધારો થયો છે, અહીં છેલ્લા 24 કલાકમાં 161 અને જિલ્લામાં નવા 18 કેસનો વધારો. તો બીજી બાજુ અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 141 નવા કેસ નોંધાયા.