પાટણના ધારણોજ ગામમાં ધાર્મિક કાર્યક્રમમાં એકઠી થઇ ભીડ, જુઓ વીડિયો

પાટણ જિલ્લાના ધારણોજ ગામમાં એક ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. આ કાર્યક્રમમાં પોલીસ વડાની હાજરી જોવા મળી હતી. મંદિર ખાતે પાટણ એસ.પી દર્શન કરવા આવ્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે. જોકે આ મામલે એબીપી અસ્મિતા ધારણોજ ગામે પહોંચ્યું હતું. મહિલાએ જણાવ્યું કે રાજુ શાહ નામના વ્યક્તિએ કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં બેન્ડ વાજા અને ભીડ થઈ હતી. જોકે સમગ્ર કાર્યક્રમ પાટણ એસપીના દર્શન માટે થયો હોવાનું મહિલાએ જણાવ્યું હતું. જોકે પાટણ એસપીએ આવા કાર્યક્રમમાં ભીડ જોઈને કાર્યક્રમ થવા નહોતો દીધો અને કાર્યક્રમ રદ કરી ત્યાંથી રવાના થયા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola