Cyclone Alert: ગુજરાતમાં વધુ એક વાવાઝોડાનું સંકટ, અંબાલાલ પટેલની ધબકારા વધારતી આગાહી

Continues below advertisement

Cyclone Alert: ગુજરાતમાં વધુ એક વાવાઝોડાનું સંકટ, અંબાલાલ પટેલની ધબકારા વધારતી આગાહી

ચોમાસાના આગમન પહેલા વધુ એક વાવાઝોડાનું સંકટ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે 26 મેથી 4 જૂન વચ્ચે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાશે.જેની ઝડપ 120 કિલોમીટર રહેવાની શક્યતા છે..જેની અસર ગુજરાતમાં જોવા મળશે અને 26 મેથી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે ગુજરાતમાં વરસાદ પડશે. પશ્ચિમ બંગાળ અને પૂર્વી ભારતના ભાગોમાં ચક્રવાતની અસરથી ભારે વરસાદને પગલે પુર આવવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. આગામી 24 મે સુધીમાં અંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસાની શરૂઆત થશે. જૂન મહિનાની શરૂઆતમાં અરબસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે. જો આ ચક્રવાત ઓમાન તરફ ફંટાશે નહિ તો દેશના પશ્ચિમ કિનારાના ભાગો દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં તેની અસર જોવા મળશે અને વરસાદ લાવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram