Cyclone Forecast | કચ્છ-સૌરાષ્ટ્ર પર ભયંકર વાવાઝોડાનો ખતરો, જુઓ આગાહી | Abp Asmita | 30-8-2024

Continues below advertisement
કચ્છ અને સૌરાષ્ટ્ર પર વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. કચ્છ-સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, તો ત્રણ જિલ્લામાં આજે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને મોરબીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
વાવાઝોડાના ખતરાને પગલે કચ્છ પ્રશાસન એલર્ટ થયું છે. વાવાઝોડાને પગલે કચ્છના દરિયા કિનારે 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. કચ્છના મોટાભાગના તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ભારે પવનને લીધે વીજ વાયર તૂટ્યા, વૃક્ષો ધરાશાયી થયા હતા. કાચા મકાનો, ઝૂંપડામાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવા તૈયારી કરી છે.
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram