દાહોદઃ ઝાડ પર ચડેલા ચોરને નહીં મારવાનું કહીને લોકોએ ઉતાર્યો, પછી કરી બેફામ ધોલાઈ,
દાહોદઃ દાહોદના ઝાલોદમા ચોરીના ઈરાદે આવેલો ચોર લોકોથી બચવા માટે ઝાડ પર ચઢી ગયો હતો. મળતી જાણકારી અનુસાર, ઝાલોદના ગામડી ચોકડી વિસ્તારમા ત્રણ થી ચાર જણા ચોરી કરવાના ઇરાદે આવ્યા હતા. જોકે ગ્રામજનો જાગી જતા ત્રણ ચોર ભાગી ગયા હતા અને એક ચોર લોકોથી બચવા માટે ઝાડ પર ચઢી ગયો હતો. જોકે પોલીસ આવ્યાના દોઢ કલાકના ડ્રામા બાદ ચોરને ઝાડ પરથી નીચે ઉતારવામાં આવ્યો હતો. ઝાડ પર ઉતારવાની સાથે જ લોકોએ ચોરને પોલીસની હાજરીમાં જ મેથીપાક ચખાડ્યો હતો. પોલીસે ચોરને પકડીને વધુ તપાસ હાથ ધરી હતી.