Dahod: દેવગઢ બારિયાની એક હાઇસ્કૂલમાં બે શિક્ષકને થયો કોરોના, જુઓ વીડિયો
દાહોદમાં પણ હવે સ્કૂલમાંથી કોરોનાના કેસ સામે આવ્યો છે. દેવગઢ બારિયામાં આવેલ એસ.આર હાઈસ્કૂલમાં બે શિક્ષકો કોરોના સંક્રમિત થયા છે. જેમાં એક શિક્ષક હોસ્પિટલમા સારવાર હેઠળ છે જ્યારે અન્ય એક શિક્ષક હોમ આઈસોલેશન થયા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે બંન્ને શિક્ષકો ગોધરાથી અપડાઉન કરી રહ્યા હતા. હાલ તો શિક્ષકોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા સ્કૂલને સેનેટાઈઝ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.