Dakor Cattle Issue | ડાકોરમાં રખડતા ઢોરનો આતંક યથાવત, ઢોરની અડફેટે 15 લોકો ઘાયલ
Dakor Cattle Issue | યાત્રાધામ ડાકોરમાં ગાય બની તોફાની. એકાએક ગાય વિફરતા વિસ્તારમાં થઈ ભાગા ભાગ. ડાકોર ની ગંગાનગર સોસાયટી કૈલાશ રાઈસ મીલ વિસ્તારમાં ગાયે મચાવ્યો આતંક. ગાયની અડફેટમાં આવવાથી અંદાજિત 15 વ્યક્તિ ને થઈ ઇજાઓ. 15 પૈકી બેને થઈ વધુ ગંભીર ઇજાઓ. સ્થાનિક ના જણાવ્યા પ્રમાણે વધુ ઇજાગ્રસ્તને હાથના ભાગમાં ઈજા થવાથી આવ્યું ફેક્ચર. મહા મુસીબત થી ડાકોર નગરપાલિકાએ ગાયને લીધી કાબુમાં. હાલ ગાય કાબુમાં હોવાથી સૌને થયો હાશકારો. ડાકોર નગર પાલિકા તંત્ર દ્વારા રખડતા પશુઓ ઉપર કાર્યવાહી ક્યારે કરશે તેવા સાથાનિકો ને ઉઠ્યા સવાલો.