Dantiwada Heavy Rain: બે કલાકમાં જ ત્રણ ઈંચ વરસાદથી ખેતરો ફેરવાયા બેટમાં, જુઓ વીડિયોમાં
Dantiwada Heavy Rain: બે કલાકમાં જ ત્રણ ઈંચ વરસાદથી ખેતરો ફેરવાયા બેટમાં, જુઓ વીડિયોમાં
બનાસકાંઠા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. જે અનુસાર ગત રાતથી જ બનાસકાંઠા જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જિલ્લાના પાલનપુર, ડીસા, ધાનેરા અને દાંતીવાડા પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે પાલનપુરની ચાણક્યપુરી સોસાયટી સહિત હાઈવેની સોસાયટીઓ બેટમાં ફેરવાઈ છે. ખેતરો બેટમાં ફેરવાયા છે, તેમજ ખેતરોમાં વાવેલા શાકભાજી સહિતના અનેક પાકમાં નુકશાન થયું છે. જો હજુ વધુ વરસાદ આવે તો નજીકના ઝુંપડપટ્ટીમાં વસતા લોકોના ઘરોમાં પાણી ફરી વળવાની શક્યતા છે. પાલનપુરમાં લડબી નદીમાં પાણી આવતા આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા હતા.