Valsad Rape Case: વલસાડમાં સગીરા પર દૂષ્કર્મના આરોપમાં દેવળના ભુવાની ધરપકડ
વલસાડમાં સગીરા પર દૂષ્કર્મના આરોપમાં દેવળના ભુવાની ધરપકડ. પારડી તાલુકાના એક અંતરીયાળ ગામની એક સગીરા સતત બીમાર રહેતી હતી. એક મહિનાથી વધુ બીમાર રહેતા સગીરાના પરિવારજનો તેને અલગ અલગ સ્થળોએ જઈ બીમારી ઠીક થાય તેવી પ્રાર્થના કરતા. જો કે તેમ છતાં તેની બીમારી ઠીક નહીં થતા આખરે સગીરાના પરિવારજનો વલસાડના છેવાડે આવેલા કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ આસલોના ગામના શંકર દડવી નામના એક ભુવાને ત્યાં ગયા. પરંતુ ભુવાએ સગીરાને હવસનો શિકાર બનાવી હોવાનો આરોપ છે. આ દરમિયાન ફરવાના બહાને સગીરાને બહાર લઈ ગયો. અને મોકો જોઈ જંગલ વિસ્તારમાં લઇ જઈ સગીરા પર દુષ્કર્મ આચર્યું. જોકે ઘરે આવતા જ સગીરાએ સમગ્ર હકીકત પરિવારજનોને જણાવતા પરિવારજનોના પગ નીચેથી જાણે જમીન ખસકી ગઈ. જો કે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરતા ગણતરીના સમયમાં જ પોલીસે આરોપી દેવળના ભુવા શંકર દડવીની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો.