Devayat Khavad surrendered : દેવાયત ખવડ સહિત 6 સાગરિતોએ તાલાલા પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું

ડાયરા કલાકાર દેવાયત ખવડ અને તેના છ સાગરીતે મોડી રાત્રે તાલાલા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું છે. તાલાલા પોલીસે કરેલી જામીન રદ કરવાની રિવિઝન અરજી સેશન્સ કોર્ટે માન્ય રાખી હતી. આરોપીઓના જામીન રદ કરવાની સાથે તપાસ માટે કોર્ટે 7 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે. દેવાયત ખવડ અને તેના સાગરીતો સામે લૂંટ, હત્યાનો પ્રયાસ, રાયોટિંગ ,આર્મ્સ એક્ટ જેવા ગુનાઓ નોંધાયેલા છે..આજે દેવાયત ખવડનું મેડિકલ ચેકઅપ કરવામાં આવછે. 7 દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસ આરોપીઓ પાસેથી આચરેલા ગુનાની વિગતો અને પુરાવા એકત્રિત કરશે. થોડા દિવસ અગાઉ દેવાયત ખવડે સાગરીતો સાથે મળી ધ્રુવરાજસિંહ પર હુમલો કર્યો હતો. જે કેસમાં નીચલી કોર્ટે 15 આરોપીના જામીન
મંજૂર કર્યા હતા. જેની સામે પોલીસે વાંધો ઉઠાવી સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola