Devayat Khavad Arrested : હુમલાના કેસમાં પાંચ દિવસથી ફરાર લોકકલાકાર દેવાયત ખવડની ધરપકડ
હુમલાના કેસમાં પાંચ દિવસથી ફરાર લોકકલાકાર દેવાયત ખવડની ધરપકડ..દુધઈ ગામ નજીક તેના ફાર્મહાઉસમાંથી પોલીસે કરી ધરપકડ. દેવાયત સાથે પોલીસે છ શખ્સોને પણ દબોચી લીધા. ધ્રુવરાજસિંહ પર હુમલો કરવાનો દેવાયત ખવડ પર આરોપ..
લાંબા સમયથી ચર્ચામાં રહેલા લોકસાહિત્યકાર દેવાયત ખવડની આખરે પાંચ દિવસની શોધખોળ બાદ ધરપકડ કરવામાં આવી છે. તેમની ધરપકડ ગીર સોમનાથના તાલાલા પોલીસે કરી છે, જ્યારે તેઓ સુરેન્દ્રનગરના દુધઈ ગામમાં આવેલા એક ફાર્મહાઉસમાં છુપાયા હતા. તેમની સાથે અન્ય છ ઈસમોની પણ ધરપકડ કરવામાં આવી છે.
Tags :
Devayat Khavad Arrested