Devayat Khavad News : તાલાલાના મારામારી કેસમાં આરોપી દેવાયત ખવડ હજુ ફરાર, પોલીસ નિષ્ફળ!
તાલાલામાં મોરેમારાના ચાર દિવસ છતા લોક કલાકાર દેવાયત ખાવડ અને તેના સાગરિતો છે ફરાર. દેવાયત ખવડ સહિત 16 આરોપીને દબોચી લેવા ગીર સોમનાથ પોલીસે બનાવી છે અલગ- અલગ સાત ટીમ. જે આરોપીઓને દબોચવા રાજકોટ, અમદાવાદ, અમરેલી અને સુરેન્દ્રનગર સહિતના જિલ્લામાંકરી રહી છે તપાસ. આ વચ્ચે જ દેવાયત ખવડ સુરેન્દ્રનગરના દૂધઈના ફાર્મ હાઉસથી જમીને અન્ય જગ્યાએ જતા CCTVમાં કેદ થયા. ઘટનાની જાણ થતા તાત્કાલિક તાલાલા પોલીસની એક ટીમ દૂધઈ ફાર્મ હાઉસ પહોંચી. નોંધનીય છે કે દેવાયત ખવડ દૂધઈ મામાને ત્યાં જ નાનપણથી મોટા થયા હતાં. ત્યારે દૂધઈ અને સડલા ગામના તેના નજીકના મિત્રોની પણ પોલીસે પૂછપરછ કરી.. જોકે હજુ સુધી તેની કોઈ ભાળ મળી નથી. આ તરફ ગુરૂવારના દેવાયત ખવડ અને તેના સાગરિતોની રેઢી મળેલી કારની પોલીસે તપાસ કરતા તે અન્યના નામે રજીસ્ટર હોવાનું ખૂલ્યું છે. ત્યારે તાલાલા પોલીસે ગાડી માલિકને પણ પૂછપરછ માટે તેડુ મોકલ્યું છે.