DigvijaySinh Jadeja Vs BJP : કોડીનાર પ્રશાસન અને ભાજપ નેતાઓ વચ્ચે ફરી વિવાદ
ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન અને ભાજપના નેતાઓ વચ્ચેનો વિવાદ ફરી એકવાર આવ્યો સામે. કોડીનાર સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર લેબમાં ટીબીના નવા સાધનોનું કલેક્ટર પહેલા જ તાલુકા પંચાયત પ્રમુખ અને ભાજપના નેતાઓએ લોકાર્પણ કરી નાંખ્યુ. ભાજપના નેતાઓનો આરોપ છે કે તેમને વિકાસ અને પ્રજાલક્ષી કાર્યોના લોકાર્પણમાં આમંત્રણ આપવામાં નથી આવતુ.. માત્ર કલેક્ટર જ ઉદ્ધાટન અને ખાતમુહૂર્તના કાર્યક્રમો કરી રહ્યા છે. આરોપ સાથે બપોરે કલેક્ટર લોકાર્પણ કરે તે અગાઉ પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી સહિતના નેતાઓએ સરકારી હોસ્પિટલ પહોંચીને તાલુકા પંચાયતના પ્રમુખના હાથે નવા સાધનોનું લોકાર્પણ કરી નાંખ્યુ.
આ જ વિવાદ પર કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ કર્યો કટાક્ષ.. સૂત્રાપાડામાં આરોગ્ય વિભાગના એક કાર્યક્રમમાં કલેક્ટરે કોઈનું પણ નામ લીધા વગર કટાક્ષ કર્યો કે સ્થાનિક નેતાઓ અને લોકો સાથે લોકાર્પણ કરીએ છીએ.. સારૂ કામ થતુ હોય તો તેમાં સારૂ બોલવુ જોઈએ..