
Dinu Solanki VS Digvijaysinh Jadeja: દિનુ સોલંકીના ગીર સોમનાથના કલેક્ટર પર ગંભીર આરોપ
પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ ફરી ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ લગાવ્યા ગંભીર આરોપ. કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા વિરૂદ્ધ ભ્રષ્ટાચારનો આરોપ લગાવી દિનુભાઈ સોલંકીએ રાજકોટ કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર.. દિનુભાઈ સોલંકીએ આરોપ લગાવ્યો કે કલેક્ટર દિગ્વિજયસિંહ રાજકોટમાં ધરાવે છે 20 કરોડનું ફાર્મ હાઉસ.. નિયમ વિરૂદ્ધ જઈને આ ફાર્મ હાઉસનું બાંધકામ કરવામાં આવ્યું.. એટલુ જ નહીં.. કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને તેના પરિવાર પાસે 100 કરોડની મિલકત હોવાનો પણ દિનુભાઈ સોલંકીએ લગાવ્યો ગંભીર આરોપએટલુ જ નહીં. દિનુભાઈ સોલંકીએ કલેક્ટર વિરૂદ્ધ વિજિલન્સ, એસીબી અને સીબીઆઈ જેવી ઉચ્ચ તપાસ એજન્સીમાં ફરિયાદ કરવાની સાથે સરકારમાં પણ ધ્યાન દોરવાની વાત કરી.. કલેક્ટર દિગ્વિજયસિંહ જ્યારથ નોકરી પર લાગ્યા ત્યાથી અત્યાર સુધીની તપાસ કરવાની.. જ્યાં જ્યાં તેમણે નોકરી કરી ત્યાં ત્યાં ભ્રષ્ટાચાર કર્યાનો, ગરીબોના ઘર તોડવાનો આરોપ લગાવ્યો.. એટલુ જ નહીં.. દિગ્વિજયસિંહ કૉંગ્રેસ તરફી કામ કરતા હોવાનો પણ દિનુભાઈ સોલંકીએ આરોપ લગાવ્યો