Radhanpur Hit and Run: રાધનપુર હાઈવે પર દારૂના નશામાં અકસ્માત સર્જનાર કારચાલક ઝડપાયો

રાધનપુર હાઈવે પર દારૂના નશામાં અકસ્માત સર્જનાર કારચાલક અંતે ઝડપાયો. કારમાંથી મળી હતી દારૂની બોટલ અને પોલીસ લખેલી પ્લેટ.

રાધનપુર હાઈવે પર દારૂના નશામાં ચકચુર થઈને GJ-02-DP-6817 નંબરના કાર ચાલકે સર્જ્યો અકસ્માત. અકસ્માતના લાઈવ દ્રશ્યો જુઓ. કેવી રીતે સામેથી આવતા બાઈકને કાર ચાલક ટક્કર મારે છે. અન્ય વાહન ચાલકોએ પીછો કરીને કાર ચાલકને પકડ્યો તો કારમાંથી મળી દારૂની બોટલ અને પોલીસ લખેલ બોર્ડ. સ્થાનિકોએ ડ્રાઈવરને પકડીને રાધનપુર પોલીસને સોંપ્યો. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે કાર ચલાવનાર ડ્રાઈવરના પિતા મહેસાણા પોલીસમાં ફરજ બજાવે છે.. પોલીસ સકંજામાં આવ્યા બાદ જ્યારે દારૂની બોટલ કોની છે તેવો સવાલ કરતા જ ડ્રાઈવર ગલ્લાતલ્લા કરવા લાગ્યો. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola