Gujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Continues below advertisement

બંગાળની ખાડીમાં એક્ટિવ સિસ્ટમના કારણે ગત સપ્તાહ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ જોવા મળી પરંતુ હાલ ગુજરાતભરમાં વરસાદનું જોર ઘટી જતાં મોટાભાગના વિસ્તારથી ચોમાસાએ લગભગ વિદાય લઇ લીધી છે. નવરાત્રિનું પર્વ 3 ઓક્ટોબરથી શરૂ થઇ રહ્યું છે અને 11 ઓક્ટોબરે સમાપ્ત થઇ રહ્યું છે ત્યારે આ સમય દરમિયાન ગુજરાતનું હવામાન કેવું રહેશે. વરસાદ કયાં કેટલો પડશે તેને લઇને ચિંતા છે. તે સ્વાભાવિક છે. તો જાણીએ કે આખરે નવરાત્રિના સેલિબ્રેશનમાં વરસાદ વિઘ્નરૂપ બનશે કે કેમ. 3 ઓક્ટોબરથી  11 ઓકટોબર સુધી એટલે કે અંતિમ નોરતા સુધી ગુજરાતમાં કેવુ હવામાન રહેશે જાણીએ

હાલ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં આકાશ સ્વસ્છ છે અને ઉનાળા જેવી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે.  જો કે હજું પણ ચોમાસાએ વિદાય સમયે પણ ગુજરાતને વરસાદથી સંપૂર્ણ મુક્તિ મળે તેવા સંકેત નથી મળી રહ્યાં. આ સપ્તાહમાં ગુજરાતમાં છૂટછવાયો હળવો વરસાદ વરસી શકે છે. જો કે દક્ષિણ ગુજરાત સિવાય આ સમય દરમિયાન વરસાદની ઓછી શક્યતા ઓછી છે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram