Dwarka Accident | દ્વારકા હાઈવે પર બે કાર અને ટ્રાવેલ્સ ધડાકાભેર અથડાતા, પાંચના મોત; 15 ઘાયલ

Continues below advertisement

દ્રારકા નજીક બરડિયા પાસે  બસ બે કારઅને બાઇક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 2 માસૂમ બાળકો સહિત 5નાં મોત થયા છે. મળતી માહિતી મુજબ દ્રારકા હાઇવે પર રખડતા ઢોરના કારણે અકસ્માતની હારમાળા સર્જાઇ હતી. અહી હાઇવે પર ઢોરે અડિંગો લગાવતા બે કાર અને બાઇક અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહી બસ બે કાર અને બાઇક અરસપરસ અથડાતા રોડ પર અકસ્માતની જાણે હારમાળા સર્જાઇ હતી. ભયંકર અકસ્માતમાં  બે માસૂમ બાળક સહિત પાંચના મોત થયા છે. જ્યારે અકસ્માતમાં 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને તાબડતોબ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડવામાં આવ્યાં છે. ,મૃતક પૈકી પાંચ એક જ પરિવારના હોવાની માહિતી મળી છે. પાંચેય મૃતકો કલોલ તાલુકાના પલસાણા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram